બાફેલા બટાકાનું રસાવાળું શાક, આંગળા ચાટતા રહી જશો !

May 15, 2025, 03:44 PM

તમારી પાસે રસોડામાં ઓછો સમય હોય અને કોઈ શાકભાજી પડી ન હોય અને તમે કંઈક સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો, તો એક સરળ બટાકાનું શાક બનાવી શકો છો,

બાફેલા બટાકાનું રસાવાળું શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ઉપરાંત તેમાં વધુ મસાલા કે તૈયારીની પણ જરૂર નથી.

લંચ હોય કે ડિનર હોય કે પછી ટિફિન માટે ઝડપથી તૈયાર થતું આ બટાકાનું શાક બાળકોથી લઈને મોટા બધાને ભાવશે.

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી સામગ્રી

5 મધ્યમ - બટાકા (બાફેલા અથવા સમારેલા), 2 ચમચી- તેલ , ½ ચમચી- રાઈ, ½ ચમચી- જીરું , ¼ ચમચી- હળદર

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી સામગ્રી

½ ચમચી- લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, મીઠું - સ્વાદ મુજબ, સજાવટ માટે કોથમીર, 1/2 ચમચી કસૂરી મેથી, 2 ચમચી આંબલીનો પલ્પ

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી

સૌપ્રથમ બટાકા બાફો, ત્યારબાદ બધાની છાલ ઉતારીને રાખો.

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો. રાઈ અને જીરું ઉમેરો, તેને તતડવા દો. ત્યારબાદ એમાં હિંગ ઉમેરો.

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી

હવે એમાં તેમાં હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરો. 2 મેશ કરેલ બટાકા ઉમેરો, બધું મિક્ષ કરો.

બાફેલા બટાકાનું રસા વાળું શાક રેસીપી

સહેજ આંબલીનો પલ્પ, મીઠું ઉમેરો ત્યારબાદ બાફેલા બટાકા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે 10 મિનિટ માટે કુક કરો. કોથમીર અને કસૂરી મેથી નાખી ગરમ ગરમ સર્વ કરો.

બજાર ને ટક્કર મારે એવા આલુ કુલચા ઘરે બનાવો, સરળ રેસીપી જાણો