Bafla Bati Recipe : બાફલા બાટીની સરળ રેસીપી જાણો

Sep 19, 2024, 03:34 PM

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, 1 કપ મકાઈનો લોટ, 1 ચમચી આખું જીરું, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું, જરૂર મુજબ પાણી

બાફલા બાટી રેસીપી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં મકાઈનો લોટ અને ઘઉંનો લોટ મિક્ષ કરો, એમાં આખું જીરું, હળદર પાઉડર, વરિયાળી, અજમો, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો.

બાફલા બાટી રેસીપી

લોટને સારી રીતે મિક્ષ કરીને કણકને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ એમાંથી બાટી તૈયાર કરો.

બાફલા બાટી રેસીપી

હવે તૈયાર બાટીને એક મોટા કુકરમાં ગરમ પાણી કરીને બાફી લો, 30 મિનિટ જેવી બાટીને બાફીને એક પેનમાં ટ્રાન્સફર કરો.

બાફલા બાટી રેસીપી

હવે બધી બાટીને સારી રીતે બન્ને સાઈડ શેકી લો. શેકાઈ જાય એટલે તૈયાર બાફલા બાટીને ઘીમાં ડૂબાવો.

બાફલા બાટી રેસીપી

બાફલા બાટીને ઘી ડૂબવાથી બાટી સારી રીતે સોફ્ટ થઇ જશે, હવે ગરમ ગરમ દાળ સાથે બાફલા બાટી સર્વ કરો.

Masoor Dal Dosa Recipe : ગ્લુટેન ફ્રી અને પ્રોટીનથી ભરપુર મસૂર દાળ ઢોસા રેસીપી