રાજસ્થાની બાફલા બાટી રેસીપી, ખાતા રહી જશો

Feb 17, 2025, 04:35 PM

બાફલા બાટી રાજસ્થાની વાનગી

રાજસ્થાની દાળ બાટી તમે ચાખી જ જશે પણ શું તમે બાફલા બાટી ખાધી છે? બાફલા બાટી દેખાવામાં દાળ બાટી જેવી હોય છે પરંતુ તેને બનાવવાની રીત તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. બાફલા બાટી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે. અહીં બાફલા બાટી બનાવવાની રીત આપી છે.

બાફલા બાટી રેસીપીની સામગ્રી

મકાઇનો લોટ, ઘઉંનો જાડો અને ઝીણો લોટ, સોજી, અજમો પાઉડર, ખાવાનો સોડા, ઘી, સ્વાદ અનુસાર મીઠું

બાફલા બાટી રેસીપી

બાફલા બાટી બનાવવવા માટે સૌથી પહેલા એક મકાઇનો લોટ, ઘઉંનો જાડો અને ઝીણો લોટ સરખા પ્રમાણમાં મિક્સ કરો, તેમા થોડીક સોજી પણ ઉમેરવી જેથી બાફલા બાટી સારી રીતે ફુલશે.

બાફલા બાટી રેસીપી

લોટમાં મોણ માટે ગરમ ઘી ઉમેરો, તેમા અજમા પાઉડર નાંખો અને ખાવાનો સોડા નાંખી ગરમ પાણી વડે સહેજ કડક લોટ બાંધો. અજમો નાંખવાથી ગેસની સમસ્યા થશે નહીં.

બાફલા બાટી રેસીપી

બાફલા બાટીનો લોટ રોટલા લોટ કરતા કડણ અને ભાખરીના લોટથી સહેજ નરમ રાખવો. બાફલા બાટીનો લોટ બાંધી 10 થી 15 મિનિટ રહેવા દો.

બાફલા બાટી રેસીપી

આ લોટ માંથી મીડિયમ કદના બોલ જેવા લુઆ બનાવો.

બાફલા બાટી રેસીપી

હવે ગેસ પર એક મોટા તપેલમાં પાણી ગરમ કરો, પાણી સહેજ ગરમ થાય બાદ તેમા બધી બાટી નાંખી તેને 20 મિનિટ સુધી બાફો.

બાફલા બાટી રેસીપી

બાટી બફાઇ ગયા બાદ તેને બાટીના ઓવનમાં મીડિયમ આંચ પર શેકવી. બાટી બંને બાજુથી સહેજ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકવી. તમે છાણા સળગાવી સગડીમાં પણ શેકી શકો છો.

બાફલા બાટી રેસીપી

બાફલા બાટી શેકાઇ જાય એટલે ઘીની તપેલીમાં 5 મિનિટ સુધી ડુબોડી રાખી બહાર કાઢી લો.

બાફલા બાટી રેસીપી

બાફલા બાટીને તુવેર અથવા મિક્સર દાળ સાથે ગરમાગરમ સર્વ કરો. ટેસ્ટ માટે તમે લસણની ચટણી પણ ખાઇ શકો છો.