મોટાભાગના ઘરોમાં ઘઉંના લોટની સુખડી બનતી હોય છે. ઘરમાં મહેમાન આવે ત્યારે ખાસ બને છે.
જોકે, ઉનાળાની ગરમી વચ્ચે સ્વીટ બનાવવાની ઈચ્છા થાય તો બાજરીના લોટની સુખડી ચોક્કસ બનાવી શકાય.
બાજરીના લોટની સુખડી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે.
અહીં તમે માત્ર ત્રણ વસ્તુમાંથી જ બાજરીના લોટની સુખડી બનાવવાની રીત વિશે જણાવીશું.
બાજરીનો લોટ, ઘી અને ગોળ
બાજરીના લોટની સુખડી બનાવવા માટે પહેલા તમારે બાજરીનો લોટ લેવો. જેને પેનમાં શેકી દો.
ત્યારબાદ કઢાઈમાં ઘી લો અહીં ઘીનું પ્રમાણે સામાન્ય કરતા સહેજ વધારે રાખવાનું છે. અને ગરમ થવા દો ત્યાર બાદ તેમાં બાજરીનો લોટ નાંખો અને હલાવતા રહો.
કઢાઈમાંથી ઘી અને લોટ શેકાવાની સુંગધ આવવા લાગે ત્યારે તેમાં ગોળની છીણ ઉમેરો અને હલાવતા રહો.
લોટ ઘી અને ગોળનું એકદમ રબડી જેવું મીશ્રણ તૈયાર થઈ જશે. થોડું ઘટ થવા દો. હવે ગેસ બંધ કરી દો.
આ મીશ્રણને થાળીમાં કાઢીને ફેલાવી દો.અને ઠંડુ થવા દો અને ત્યાર બાદ ચપ્પા વડે કાપા લગાવીને ટૂકડા કરી દો.
આમ તૈયાર થઈ જશે તમારી સ્વાદિષ્ટ અને હેલ્થી બાજરીના લોટની સુખડી