Jun 30, 2025
વરસાદી માહોલમાં લોકો ભજીયા ખાવાનું વધારે પસંદ કરે છે. જોકે, છાસવારે ભજીયા ખાઈને લોકો કંટાળી જતા હોય છે.
જોકે, વરસાદી માહોલની મજા ડબલ કરવા માટે તમે મકાઈ અને બાજરીના લોટના વડા પણ બનાવી શકો છો.
ભજીયાને પણ ભુલાવી દે એવા મકાઈ બાજરીના લોટના વડા બનાવવા એકદમ સરળ છે. તો ફટાફટ રેસીપી નોંધી લો
મકાઈનો લોટ, બાજરીનો લોટ, લીલા મરચા, લસણની કળિયો, જીરું, અજમો, હળદર, લાલ મરચું, મીઠું, કસુરી મેથી, દહીં, લીંબુ, ખાંડ,તલ અને તળવા માટે તેલ.
એક તાસમાં એક કપ મકાઈ અને એક કપ બાજરીનો લોટ લેવો, તેમાં લીલા મરચા અને લસણની પેસ્ટ ઉમેરવી, ત્યારબાદ જીરું, અજમો, હળદર, લાલ મરચું નાંખવું.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કસુરી મેથી અથવા લીલી મીથી પણ લઈ શકાય. તેમાં દહીં, તલ અને થોડી ખાંડ નાંખીને લોટને સારી રીતે બાંધવો. જરૂર પડે પાણી ઉમેરતા રહેવું.
લોટમાંથી નાના નાના ગુલ્લા લઈને વડા વણવા અને એક પેપર કે પ્લાસ્ટીકની સીટ પર છૂટા છૂટા પાથરી દેવા.
એક કઢાઈમાં તેલ લઈને ગરમ કરવા રાખી દેવું. તેલ ગરમ થાય ત્યારે મીડિય ફ્લેમમાં વડા તળવા બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી વડા તળવા.
આમ તમારા મકાઈ બાજરીના લોટના ક્રિસ્પી અને ટેસ્ટી વડા તૈયાર થઈ જશે. જેને ગરમા ગરમ ચા કે પછી દહીં સાથે ખાઈ શકાય.