1 ચમચી જીરું, 2 સમારેલા લીલા મરચા, 1 વાટકી લીલી ડુંગળી સમારેલી, 1 વાટકી સમારેલું લીલું લસણ, 1 વાટકી સમારેલી મેથીની ભાજી, થોડી કોથમીર, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, 2 વાટકી બાજરીનો લોટ, મીઠું, હળદર પાઉડર અને 1 ચમચી અજમો, જરૂર મુજબ પાણી, જરૂર મુજબ તેલ
સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ નાખીને થોડું જીરું, સમારેલા લીલા મરચા, 1 વાટકી લીલી ડુંગળી સમારેલી, 1 વાટકી સમારેલું લીલું લસણ, 1 વાટકી સમારેલી મેથીની ભાજી, થોડી કોથમીર નાખો.
હવે એમાં થોડી કોથમીર, આદુ લસણ ની પેસ્ટ, હળદર પાઉડર, મીઠું નાખીને બધું સારી રીતે કુક કરી લો.
હવે બધું કુક થઇ જાય એટલે એક વાટકીમાં કાઢી લો, હવે એક વાસણમાં બાજરીનો લોટ, મીઠું, હળદર પાઉડર અને 1 ચમચી અજમો, જરૂર મુજબ પાણી, જરૂર મુજબ તેલ નાખીને લોટ બાંધો.
ત્યારબાદ લોટ સારી રીતે બાંધીને થોડી વાર માટે રેસ્ટ આપો, ત્યારબાદ એની નાની ટિક્કી કરીને એમાં તૈયાર કરેલ સ્ટફીંગ ભરો.
આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો અને પેનમાં સહેજ તેલ નાખીને બન્ને સાઈડ શેકી લો, પછી ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.