Health Tips : લેફ્ટ ઓવર બાજરીના રોટલાને આ રીતે વઘારો,જાણો રેસિપી

Jan 21, 2023

shivani chauhan

તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા વર્ષ 2023 ને " ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ 2023" તરીકે માનવાની જાહેરાત કરી હતી.

મીલેટ્સમાં બાજરી, મકાઈ, જુવાર, રાગી વગેરેનો સમાવેશ થાય છે. આ મીલેટ્સ તેમના સ્વાસ્થ્ય લાભ માટે જાણીતા છે.

પોષક તત્વોથી ભરપૂર મીલેટ્સનું સેવન ઘણી બીમારીઓથી મુક્તિ આપવાનું કામ કરે છે.

તેમાં બાજરીમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર,ફોલેટ,આયર્ન અને ઝીંક વગેરેનો સમાવેશ થાય છે. બાજરી વજન ઘટાડવામાં ફાયદાકારક છે આ ઉપરાંત ડાયાબિટિક પેશન્ટને પણ ડોક્ટર દ્વારા બાજરીને ડાયટમાં સમાવેશ કરવાની સલાહ આપે છે. તમે બાજરીનો રોટલો બનાવી તે ડાયટમાં લઇ શકો છો.

જો બાજરીનો રોટલો એકલો ન ભાવે તો આ રીતે વઘારેલો રોટલો ઘરે બનાવો, જેનો સ્વાદ તદ્દન સ્વાદિષ્ટ લાગશે.

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, થોડું જીરું એડ કરો, ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં લાલ મરચું, હળદર,ધાણા જીરું પાઉડર અને પ્રમાણસર મીઠું એડ કરો.

બધા મસાલા પ્રોપર કૂક થઇ જાય એટલે તેમાં બાજરીના રોટલાના નાના ટુકડા કરીને એડ કરો, ત્યાર બાદ સમારેલા લીલા મરચા, કોથમીર અને મીઠી લીમડી એડ કરો.

પ્રોપર મિક્ષ કરી ત્યારબાદ તેમાં દહીં એડ કરો. ત્યારબાદ  2 મિનિટ સુધી કૂક થવા દો. તૈયાર છે વઘારેલો રોટલો, તેને ગરમા ગરમ સર્વ કરો.

પ્રોપર મિક્ષ કરી ત્યારબાદ તેમાં દહીં એડ કરો. ત્યારબાદ  2 મિનિટ સુધી કૂક થવા દો. તૈયાર છે વઘારેલો રોટલો, તેને ગરમા ગરમ સર્વ કરો.