બાજરીના ચમચમીયા એટલે વિસરાતી વાનગી છે. શિયાળામાં બાજરીના લોટ માંથી ઘણી બધી વાનગી બનાવવામાં આવે છે. અહીં એક વિસરાતી પરંપરાગત વાનગી બાજરીના ચમચમીયા બનાવવાની રેસીપી આપવામાં આવી છે. તેમા લીલું લસણ અને મેથીની ભાજીનો ઉપયોગ થાય છે.
બાજરી ના ચમચમીયા રેસીપી સામગ્રી બાજરીનો લોટ, મેથીની ભાજી અને લીલું લસણ, ઝીણી સમારેલી, ચપટી હિંગ, દહીં, લીલું મરચું, અજમા પાઉડર, તલ, ખાવાનો સોડો કે ઇનો સોડો, હળદર પાઉડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, તેલ અને પાણી
એક બાઉલમાં બાજરીનો લોટ, ઝીણી સમારેલી મેથીની ભાજી અને લીલું લસણ, ચપટી હિંગ, મીઠું, હળદર, દહીં, અજમા પાઉડર, 2 ચમચી તેલ અને 1 ચમચી દહીં નાંખી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
હવે તેમા સહેજ પાણી નાંખી બરાબર હલાવી લો. ચણાના લોટના પુલડા જેવું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
હવે ગેસ પર એક નોનસ્ટીક તવી ગરમ કરો. પુલડા બનાવો છો તેમ ચમચી વડે બાજરીના લોટનું મિશ્રણ નોનસ્ટીક તવી પર નાંખો. પુલડા કરતા ચમચમીયા સહેજ જાડા રાખવા.
બાજરીના ચમચમીયા શેકવા માટે તેલ નાંખો, બંને બાજુથી બ્રાઉન રંગના ચમચમીયા શેકવા. ગરમમા ગરમ બાજરીના લોટના ચમચમીયા સવારે કે સાંજે ચા સાથે કે લીલી ચટણી સાથે ખાઇ શકાય છે.