Nov 11, 2025
2 કપ છાશ, 2 ચમચી બાજરીનો લોટ, 2 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું
મિક્ષ કરવા માટે ક્રિસ્પી ખાખરા, સમારેલ કોથમીર, સમારેલી ડુંગળી, જીરું પાવડર, લાલ મરચું પાવડર
સૌ પ્રથમ એક બાઉલમાં છાશ, બાજરીનો લોટ અને પાણી એકસાથે ફેંટો.
મધ્યમ તાપ પર ગેસ સ્ટવ પર બાઉલ મૂકો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી, જીરું પાવડર અને લાલ મરચાં પાવડરથી સજાવીને, બાજરી શોરબાને ખાખરા સાથે ગરમાગરમ પીરસો.