બાજરીના વડા રેસીપી, એકદમ ફુલેલા અને ટેસ્ટી બનશે

May 16, 2025, 05:56 PM

બાજરીના વડા

બાજરીના વડા એક સ્વાદીષ્ટ નાસ્તો છે. તમે તેને પ્રવાસમાં પણ સાથે લઇ જઇ શકો છો.

ઘરે બનાવો

બાજરીના વડા તમે ઘરે પણ સરળ રીતે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. એકદમ ફુલેલા અને ટેસ્ટી બનશે.

બાજરીના વડા સામગ્રી

બાજરી નો લોટ, ઘઉં નો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આદુ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં, અજમો, તલ, મીઠું, ખાવાનો સોડા , ખાંડ, હીંગ, સમારેલી મેથી ની ભાજી, સમારેલી કોથમીર, તેલ, પાણી.

બાજરીના વડા બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં બાજરી અને ઘઉંનો લોટ લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો, ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરવું

સ્ટેપ 2

આ પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી મેથીની ભાજી અને સમારેલી કોથમીર ઉમેરી તેલ નું મોણ નાખી મિક્સ કરવું.

સ્ટેપ 3

હવે તેમાં દહીં અને તલ નાખી મિક્સ કરી લેવા. આ પછી ચપટી ખાવાનો સોડા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડીયમ લોટ તૈયાર કરવો.

સ્ટેપ 4

લોટને ઢાંકીને દસ મિનિટ રાખી દેવો. હવે લોટ માંથી લુઆ કરી લેવા અને તેને નાના સાઇઝની પુરીની જેમ બનાવી લેવા.

સ્ટેપ 5

હવે ગેસની ફલેમ મીડીયમ રાખી કડાઇમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં વડાને સોનેરી અને ક્રન્ચી થાય ત્યા સુધી તળી લેવા.

બાજરી વડા તૈયાર

આ રીતે તમારા ટેસ્ટી બાજરીના વડા તૈયાર થઇ જશે. તમે તેને ચા, દહીં અને તળેલા લીલા મરચા સાથે ખાઇ શકો છો.