શું કેળાની છાલ ચહેરા પર એપ્લાય કરવાથી કાળા ડાઘ, ખીલના ડાઘ અને કરચલીઓ ઓછી થાય?

Feb 02, 2023

shivani chauhan

કેળાની છાલને દરરોજ તમારા ચહેરા પર ઘસવાથી કાળા ડાઘ દૂર થાય છે અને ખીલના ડાઘ, તૈલી ત્વચા, ત્વચાને ચમકદાર બનાવે છે અને કરચલીઓ ઓછી કરવામાં મદદ મળે છે.

અભિનેત્રી ભાગ્યશ્રીએ એક ઇન્સ્ટાગ્રામ વિડિઓ શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું કે, કેળાની છાલ, જેમાં સિલિકા હોય છે જે કોલેજન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે, ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ફિનોલિક્સ પણ છે, જેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે.

હેલ્થલાઈન અનુસાર, એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર કેળાની છાલ ત્વચાને ચમકદાર બનાવવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તે મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે અને ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે કેળાની છાલ પણ ફળની જેમ જ એન્ટી- ઇનફ્લીમેન્ટરી ગુણધર્મો ધરાવે છે.

જીવીશા ક્લિનિકના કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ ડૉ. અકૃતિ ગુપ્તાના જણાવ્યા અનુસાર, "તમારા ચહેરા પર કેળાની છાલ ઘસવાથી મદદ મળશે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી".

ડૉ. અકૃતિ ગુપ્તાએ સમજાવ્યુંકે, “કેળામાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે સૂર્યપ્રકાશથી થતા નુકસાન, પ્રદૂષણ અથવા ધુમાડાને કારણે થતા ઓક્સિડેટીવ તાણને ઘટાડવામાં મદદ કરે છે, જે વધુ કરચલીઓનું કારણ બને છે. તેથી તે મદદરૂપ થઈ શકે છે કારણ કે એન્ટીઑકિસડન્ટ મુક્ત રેડિકલ સામે લડે છે, જે ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે.

કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને સ્કિનફિનિટી એસ્થેટિક સ્કિન એન્ડ લેસર ક્લિનિકના સ્થાપક ડૉ. જયશ્રી શરદે સંમત થયા અને કહ્યું કે "કેળાની છાલમાં ટેનીન હોય છે, જે એન્ટીઑકિસડન્ટ છે. જ્યારે તે ત્વચાને તેજસ્વી બનાવી શકે છે, ખીલના ડાઘ અથવા ખાડાઓ, જોકે, કેળાની છાલ વડે કોઈપણ રીતે ઘટાડી શકાતા નથી."