બાળકોને રોજ નાસ્તામાં નવું નવું જોઈતું હોય છે. બાળકોને ફ્રેન્ચ ફ્રાય ખુબ જ પસંદ હોય છે.
મોટાભાગે બાળકો બટાકાની ફ્રેન્ચ ફ્રાય ખાતા હોય છે. બજારમાં પણ બટાકાની ફ્રેચ ફ્રાય મળતી હોય છે.
આવી સ્થિતિમાં કાચા કેળામાંથી ફ્રેન્ચ ફ્રાય ઘરે બનાવ શો તો બાળકો બટાકાની ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જશે.
કાચા કેળાની ફ્રેન્ચ ફ્રાય બનાવવી એકદમ સરળ છે. તો નોંધીલો આ પરફેક્ટ રેસીપી.
કાચા કેળા, ધાણાજીરું પાઉડર, કાશ્મિરી લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, કોર્નફ્લોર, સોજી, તેલ
કાચા કેળાની ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે ત્રણ કાચા કેળા લો અને ઉપરની છાલ છોદી લો. અને ફ્રેન્ચ ફ્રાય આકારમાં કટ કરી દો.
ત્યારબાદ પાણીમાં સારી રીતે ધોઈને એક બાઉલમાં રાખો. તેમાં કાશ્મિરી મરચું પાઉડર, મીઠું, હળદર, થોડો કોર્ન ફ્લોર અને થોડો સોજી નાંખો અને હલાવી દો.
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ થવા દો અને ધીમી આંચ પર આ ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય કરો. એટલે તૈયાર થઈ જશે એકમદ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય.