બનાના શેક એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. તે બાળકોને પણ ઘણું ભાવે છે.
બનાના શેક તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. બનાના શેક બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
કેળા, ઠંડુ દૂધ, ખાંડ, વેનીલા આઈસ્ક્રીમ, કાજુ, બદામ અને પિસ્તાની કતરણ.
સૌ પ્રથમ સારા કેળા પસંદ કરો. કેળાની છાલ ઉતારીને તેને નાના-નાના ટુકડામાં કાપી લો.
કેળાના ટુકડા, દૂધ અને ખાંડને મિક્સર જારમાં નાખી તેને સારી રીતે પીસી લો.
આ રીતે તમારું બનાના શેક તૈયાર થઇ જશે. આ પછી એક ગ્લાસમાં બનાના શેક કાઢી લો.
બનાના શેક ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને કાજુ, બદામ, પિસ્તાની કતરણ નાખી અને ગાર્નિશ કરો.
બનાના શેકમાં કેલ્શિયમ, પ્રોટીન સહિત અને પોષકતત્વો હોય છે.