કેળાનું શાક અજબગજબ ગળ્યું અને મસાલેદાર સ્વાદથી ભરપૂર હોય છે અને સુરરફાસ્ટ પ્રક્રિયા હોવા છતા તેનો સ્વાદ સુખદ હોય છે. જે સૌ કોઈને પસંદ આવે છે.
અહીં તમને જણાવી દઈએ કે અમે કાચા કેળાની નહીં પરંતુ થોડા સખત પાકેલા કેળાના શાકની વાત કરી રહ્યા છીએ.
વધારે પાકેલા કેળાનું શાક બનાવશો તો તે શાક નરમ બનશે અને મસાલા પાઉડર પણ સારી રીતે મિક્સ નહીં થાય.
દોઢ કપ કેળાના ગોળ ટૂકડા, 1/2 ટી-સ્પૂન તેલ, 1 ચમચી સરસોનું તેલ, થોડી હીંગ, એક ચમચી મરચું, થોડી હળદર, એક ચમચી ધાણા-જીરૂ, એક ચમચી ખાંડ, 2 ચમચી સમારેલો લીલો મસાલો, મીઠું સ્વાદ અનુસાર.
કેળાનું શાક બનાવવા માટે એક મોટા નોન-સ્ટીક પૈનમા તેલ ગરમ કરો, તેમાં સરસવના બીજ અને હીંગ નાંખો અને મધ્યમ આંચે 30 સેકન્ડ માટે સેકી લો. સરસવનું તેલ ચટકવા માટે તમારે થોડી રાહ જોવાની રહેશે જેથી તે વધુ સ્વાદ આપી શકે.
હવે પાકા કેળાના ટુકડા નાંખો અને તેમાં લાલ મરચું નાંખો પછી હળદર નાંખો, સાથે જ એક સ્વાદ માટે ધાણા-જીરૂં નાંખો. હવે તેમાં ખાંડ નાંખો.
હવે તેમાં તાજો લીલો મસાલો નાંખો અને મીઠું નાંખો. આ શાક જૈન લોકો માટે પરફેક્ટ છે. કારણ કે તેમાં કઈ મૂળવાળી સબ્જી આવતી નથી.
હવે તેને સારી રીતે મિસ્ક કરો મધ્યમ આંચ પર તેને સતત હલાવતા રહો અને 2 મિનિટ સુધી પકાવો. જોકે ધ્યાન રાખવુંકે હળવા હાથે મિક્સ કરો. કેળા ક્રશ ના થાય.
હવે ગરમાગરમ રોટલી સાથે કેળાના શાકને પીરશો.