2 લિટર ફુલ-ફેટ દૂધ, કેસરના ટુકડા, 50 ગ્રામ ખાંડ, પિસ્તાના ટુકડા, કાજુ (સમારેલા), બદામના ટુકડા, 3-4 લીલી ઈલાયચી પાઉડર
એક જાડા તળિયાવાળા પેનમાં દૂધ ઉમેરો અને તેને મધ્યમ તાપ પર ઉકાળો. સતત મિક્ષ કરતા રહો જેથી દૂધ તળિયે ચોંટી ન જાય. જ્યારે દૂધ અડધું બળી જાય ત્યારે ગેસ બંધ કરો.
હવે ફરી દૂધ ગરમ કરો, ઘટ્ટ દૂધમાં ખાંડ, કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
દૂધમાં બધું સારી રીતે મિક્સ કરો બાદ કેસર ઉમેરી ન સતત હલાવતા રહો હવે એમાં બદામ, કાજુ અને પિસ્તાના ટુકડા ઉમેરો.
મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો.
ગેસ બંધ કરો અને બાસુંદીને ઠંડી થવા દો. ઠંડી બાસુંદીને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.