ચોમાસામાં ઝરમર વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ જ છે
વરસાદ પડે ત્યારે મોટાભાગના ઘરોમાં ભજીયા બને છે. જેમાં મેથીના ગોટા, બટાકા વડા, કાંદા ભજીયા સહિતની અલગ અલગ વાગની હોય છે.
જો તમે પણ વરસતા વરસાદ ફટાફટ બનતા બટાકાના ભજીયા બનાવો છો તો બે વસ્તુ ચોક્કસ ઉમેર જો જેનાથી સ્વાદ હટકે આવશે.
બેશન, બટાકા, મીઠું, જીરું, મરચું, હળદર, ખાવાના સોડા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તેલ, લીલા ધાણા
એક બાઉલમાં એક કપ બેશન લઈને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મિરી મરચું પાઉડર, ચીલી ફ્લેક્સ ઓરેગાનો, જીરું ઉમેરો.
ત્યારબાદ ઝીણા કાપેલા લીલી ધાણા ઉમેરો. ધીમે ધીમે પાણી નાંખીને હલાવી એકદમ સ્મુથ બેટર બનાવો.
અહીં ખાસ ધ્યાન રાખવું કે બેટરમાં લંગ્સ ના પડે. બેટર એકદમ પતલું પણ ન થઈ જાય
બટાકાને સારી રીતે ધોઈને ઉપરની છાલ પીલ કર્યા બાદ સહેજ જાડી ચીપ્સ પાડીને પાણીમાં રાખી મુકો. અને તળતા પહેલા કોરા કપડામાં પાથરી દો.
બેટરમાં અડધી ચમચી ખાવાના સોડા નાખીને ફરીથી હલાવી દો. જેથી ભજીયા ફૂલી શકે.
કઢાઈમાં તેલ ગરમ થાય ત્યારે ખીરામાં બટાકાની ચીપ્સ ડબોળીને તેલમાં નાંખો અને ગોલ્ડન જેવા થાય ત્યાં સુધી તળો.
આમ તૈયાર થઈ જશે તમારા બટાકાના હટકે ભજીયા. જેને ટામેટા સોસ કે લીલી ચટણી કે ચા સાથે ખાઈ શકાય.