Bataka Vada Recipe : દાળવડાને ટક્કર મારે એવા ટેસ્ટી બટાકાવડાની માણો મજા, જાણો રેસીપી

Jul 05, 2024, 02:36 PM

વરસાદી મોસમમાં ભજીયા, દાળવડા જેવું ચટપટું અને ડીપ ફ્રાય કરેલું ખાવાની ઈચ્છા ખુબજ થઇ જાય છે, ત્યારે તમે દાળવડાને પણ ટક્કર મારે એવા બટાકાવડા બનાવી શકો છો, જે ઝલ્દી બની જશે અને બધાને ભાવશે,જાણો રેસિપિ

બેટર માટે સામગ્રી

250 ગ્રામ ચણાનો લોટ, ચપટી હળદર પાઉડર, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું

બટાકાના મસાલા માટે સામગ્રી

500 ગ્રામ બાફેલા બટાકા, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ,ચપટી હળદર પાઉડર, 1/2 ચમચી મરી પાઉડર, 1 ચમચી તલ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી આદુની પેસ્ટ, 1 લીંબુનો રસ, 2 ચમચી કાજુ અને દ્રાક્ષ, 1 મુઠી કોથમીર

મેથડ

સૌ પ્રથમ બટાકા બાફી દો, બટાકા બાફયા બાદ તેની છાલ ઉતારી મેશ કરી લો. હવે તેમાં જરૂરી સામગ્રી જેમ કે મીઠું, હિંગ, મરી પાઉડર, તલ, લીલા મરચાની પેસ્ટ, આખા ધાણા, કાજુ અને દ્રાક્ષ, લીંબુનો રસ, હળદર પાઉડર, આદુની પેસ્ટ અને કોથમીર નાખો.

મેથડ

ત્યારબાદ બટાકાના મસાલાને સારી રીતે મિક્ષ કરો, પછી તેના ગોળ વડા તૈયાર કરો. તેને થોડી વાર મૂકી રાખો.

બટાકાવડા રેસીપી

એક વાસણમાં ચણાનો લોટ લો, તેમાં હિંગ, હળદર પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો, બટાકા વડાનું બેટર સહેજ જાડું રાખવું.

બટાકાવડા રેસીપી

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય એટલે વડાને બેટરમાં ડુબોળી ડીપ ફ્રાય કરી લો, બધી સાઈડ ફ્રાય થઇ જાય એટલે ડીશમાં કાઢી લો.

બટાકાવડા રેસીપી

ગરમ ગરમ બટાકાવડાને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Surti Locho Recipe : ખૂબ જ લોકપ્રિય અને બનવામાં સરળ એવા લોચોની ખાસ રેસીપી જાણો, સ્વાદથી ભરપૂર છે આ નાસ્તો