Feb 20, 2025

એકદમ સરળ રીતે બનાવો બટાકા પૌવા રેસીપી, ટેસ્ટ આવશે હટકે

Ashish Goyal

પૌવાને સવારના નાસ્તા તરીકે બેસ્ટ માનવામાં આવે છે. ઘણા લોકો ચા સાથે આ નાસ્તો કરે છે.

Source: social-media

અહીં સરળ રીતે બટાકા પૌવા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો સ્વાદ એકદમ હટકે આવશે.

Source: social-media

બટાકા પૌવા સામગ્રી

પૌવા, બટાકા, તેલ, રાઈ, જીરૂ, મીઠું, લીલા મરચાં સમારેલાં,ખાંડ, લીંબુ નો રસ, ગરમ મસાલો, હળદર, હિંગ, સીંગદાણા, ટામેટા ઝીણા સમારેલા, ડુંગળી ઝીણી સમારેલી, ધાણા, સેવ, દાડમ.

Source: social-media

બટાકા પૌવા બનાવવાની રીત

પૌવાને સૌ પ્રથમ એક મોટી ચાળણીમાં રાખો અને તેને નળ નીચે વહેતા પાણીમાં એક-બે વખત ધોઇ લો. ધોઈને પાંચ મિનિટ માટે મુકી રાખો.

Source: social-media

એક કડાઇમાં તેલ ગેસ પર ગરમ કરવા મુકો. તેમાં રાઇ નાખો. રાઇ ફુટવા લાગે ત્યારે જીરુ,હીંગ, લીલુ મરચું, મીઠો લીમડો, હળદર, સીંગદાણા નાખો અને થોડીવાર પકાવો.

Source: social-media

આ પછી તેમાં કાપેલી ડુંગળી નાખો અને હળવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં સમારેલું બટાકું અને મીઠું ઉમેરો. આ પછી બરાબર મિક્સ કરો.

Source: social-media

આ પછી તેને ઢાંકી દો અને બટાકા નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં પૌવા નાખો અને બધાને બરાબર મિક્સ કરી લો અને 2-3 મિનિટ માટે પકાવો.

Source: social-media

આ રીતે બટાકા પૌવા તૈયાર થઇ જશે. તેની ઉપર સીંગદાણા, ટામેટા, ધાણા, દાડમ અને ગરમ મસાલો નાખી ગરમાગરમ પૌવા સર્વ કરો.

Source: social-media

પૌવાને તમે ચા સાથે સવારમાં કે સાંજે નાસ્તો કરી શકો છો.

Source: social-media

Source: social-media