બટાકા પૌવા રેસીપી, સવારના નાસ્તા માટે બેસ્ટ રહેશે

Aug 23, 2025, 10:25 PM

પૌવાનો નાસ્તો

પૌવા સવારના નાસ્તા તરીકે બેસ્ટ છે. ઘણા લોકો ચા સાથે આ નાસ્તો કરે છે.

બટાકા પૌવા રેસીપી

અહીં સરળ રીતે બટાકા પૌવા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો સ્વાદ એકદમ હટકે આવશે.

બટાકા પૌવા સામગ્રી

પૌવા, બટાકા, તેલ, રાઈ, જીરૂ, મીઠું, સમારેલાં લીલા મરચાં, ગરમ મસાલો, હળદર, હિંગ, સીંગદાણા, સમારેલા ટામેટા ઝીણા, ડુંગળી ઝીણી સમારેલી, ધાણા, સેવ, દાડમ, ખાંડ, લીંબુ નો રસ.

બટાકા પૌવા બનાવવાની રીત, સ્ટેપ 1

પૌવાને સૌ પ્રથમ એક મોટી ચાળણીમાં રાખો અને તેને પાણીમાં એક-બે વખત ધોઇ લો. ધોઈને 5-10 મિનિટ માટે મુકી રાખો.

સ્ટેપ 2

ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઇ નાખો. રાઇ ફુટવા લાગે ત્યારે જીરુ, હીંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, સીંગદાણા નાખો અને થોડીવાર પકાવો.

સ્ટેપ 3

આ પછી તેમાં કાપેલી ડુંગળી નાખો અને હળવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં સમારેલું બટાકું અને મીઠું ઉમેરો. આ પછી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 4

આ પછી તેને ઢાંકી દો અને બટાકા નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં પૌવા નાખો અને બધાને બરાબર મિક્સ કરી લો અને 2-3 મિનિટ માટે પકાવો.

સ્ટેપ 5

આ રીતે બટાકા પૌવા તૈયાર થઇ જશે. તેની ઉપર સીંગદાણા, ટામેટા, ધાણા, દાડમ અને ગરમ મસાલો નાખો.

સર્વ કરો

નાસ્તામાં પૌવાને ગરમાગરમ ચા કે કોફી સાથે સર્વ કરો.