પપૈયામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી સ્કિનનું રક્ષણ કરે છે અને તેને નેચરલી ગ્લોઈંગ બનાવે છે.
મધ ત્વચાને નરમ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે, જેનાથી તે નરમ અને ચમકદાર દેખાય છે.
આ ફેસ પેકમાં હાજર વિટામિન A ત્વચાની કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને તેને ફરીથી યુવાન અને સ્વસ્થ બનાવે છે.
સૌપ્રથમ એક બાઉલમાં પપૈયાની પેસ્ટ લો. હવે તેમાં બે ચમચી મધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો.
આ સરળ અને કુદરતી ફેસ પેક વડે તમારી સ્કિન રિકવર થાય છે અને ગ્લોઈંગ બને છે આ સ્કિનકેર તમારી રૂટિનમાં સામેલ કરો.