ઉનાળા જેવો અનુભવ થવા લાગ્યો છે. આ ગરમીમાં એનર્જી ઓછી થવા લાગે છે અને દરેકને કંઈક ઠંડક અને હેલ્ધી જોઈએ છે. આવી સ્થિતિમાં છાશ એક ઉત્તમ વિકલ્પ છે.
પરંતુ શું તમે જાણો છો કે જો છાશમાં બીટ ઉમેરવામાં આવે તો તેના ફાયદા અનેક ગણો વધી જાય છે.
છાશ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે તમારા પાચનને સુધારે છે અને શરીરને ઠંડક આપે છે.
આયુર્વેદ નિષ્ણાત પ્રમાણે જ્યારે છાશમાં બીટનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેના વધારાના ફાયદા છે." આ પાચન શક્તિને મજબૂત બનાવાની સાથે શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.
બીટ સાથે છાશનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે અને રક્ત પરિભ્રમણ અને બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે. બીટ સાથેની છાશ પણ વજન ઘટાડવા માટે અસરકારક પીણું છે.
એક મીડિયમ સાઇઝનું બીટ, દહીં, પાણી, સંચળ કે મીઠું, સેકેલું જીરું, ફૂદીનો કોથમીર (તમારી જરૂરિયા પ્રમાણે ઓપ્શનલ છે)
બીટ છાશ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. આ માટે નીચેની પદ્ધતિ અપનાવો
તમારે એક મીડિયમ સાઈઝનું બીટ લેવાનું છે અને તેને કૂકરમાં બાફી લેવાનું છે. હવે આ બાફેલી બીટને છોલીને નાના-નાના ટુકડા કરી લેવાના છે.
બ્લેન્ડર જારમાં બીટના નાના ટુકડા નાકો અને જારમાં એક કપ દહીં, થોડું પાણી, એક ચપટી કાળું મીઠું અને અડધી ચમચી શેકેલું જીરું મિક્સ કરો.
આ બધી સામગ્રીને સારી રીતે ભેળવી દો અને છાશ સર્વ કરવા માટે તૈયાર છે.