Sep 06, 2025
1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ છીણેલું બીટરૂટ, 1/2 કપ ગોળ, 1/2 કપ પાણી, 1/2 કપ છીણેલું નારિયેળ, 1 ચપટી બેકિંગ સોડા, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી ઘી
સૌ પ્રથમ 1 ચમચી ઘીમાં છીણેલું બીટરૂટ નરમ થાય ત્યાં સુધી કુક કરો.
ત્યારબાદ ગોળને થોડા પાણીથી ઓગાળો, ગંદકી દૂર કરવા માટે ગાળી લો.
એક બાઉલમાં, ઘઉંનો લોટ, છીણેલું નારિયેળ, એલચી પાવડર અને બીટરૂટ મિક્સ કરો.
ગોળની ચાસણી ધીમે ધીમે ઉમેરો અને જાડું બેટર બનાવો (ઈડલી બેટર જેવું).
જો જરૂર હોય તો 1-2 ચમચી પાણી ઉમેરો. સ્ટીમિંગ પ્લેટમાં ઘી ગ્રીસ કરો.
બેટર રેડો અને મધ્યમ તાપ પર 15-20 મિનિટ માટે સ્ટીમ કરો, થોડું ઠંડુ કરો અને ગરમ સર્વ કરો.