બીટ ગાજર હલવા કેક, વેલેન્ટાઇન ડે માટે ખાસ રેસીપી

Feb 05, 2025, 04:28 PM

વેેલેન્ટાઇન ડે સ્પેશિયલ કેક

વેલેન્ટાઇન ડે પ્રેમનો તહેવાર અને લાલ રંગ એ પ્રેમનું પ્રતિક છે. આ વેલેન્ટાઇન ડે ખાસ યાદગાર બનાવવા માટે તમે ઘરે લાલ રંગની વાનગી બીટ ગાજર હલવા કેક બનાવી શકે છે. બીટ ગાજર હલવા કેકની રેસીપી સરળ છે અને ઘરે જ ઓછી સામગ્રીમાં બની જાય છે.

બીટ ગાજર હલવા કેક રેસીપીની સામગ્રી

બીટ, ગાજર, ફ્રેશ માવો, દૂધ, ખાંડ, ઘી, એલચી પાઉડર, ડ્રાયફુટ્સના ટુકડા, રોઝ એસેન્સ

બીટ ગાજર હલવા કેક રેસીપી

બીટ અને ગાજર પાણીમાં બરાબર ધોઈ ખમણી લો.

ગાજર બીટ હલવા કેક રેસીપી

ગેસ ચાલુ કરી એક કડાઈમાં ઘી નાખી ઓગાળો, છીણેલા બીટ અને ગાજર મિક્સ કરી પકવવા દો. કડાઇમાં સતત હલાવતો જેથી દાઝી ન જાય. ધીમા તાપે ગાજર અને બીટનું બધું જ પાણી શોષાઇ ન જાય ત્યાં સુધી પકવવા દો.

ગાજર બીટ હલવા કેક રેસીપી

કડાઇમાં ગાજર બીટનું પાણી શોષાઇ જાય એટલે તેમા ખાંડ, એલચી પાઉડર અને માખણ નાંખી બરાબર મિક્સ કરો.

ગાજર બીટ હલવા કેક રેસીપી

છેલ્લે ગાજર બીટ હલવા કેકમાં ડ્રાયફુટ્સના ટુકડા નાંખો સહેજ પકવવા દો જેથી બાકીનું પાણી પણ શોષાઇ જાય.

બીટ ગાજર હલવા કેક રેસીપી

ગાજર બીટનો હલવો ઠંડો થયા બાદ તેને કેક બાઉલમાં મૂકો, તેના પર ડ્રાયફુટ્સના ટુકડા, કોપરાની છીણ, ફ્રેશ ક્રિમ અને ચેરી વડે ગાર્નિંશિંગ કરી ફ્રીજમાં થવું 4 થી 6 કલાક સુધી થવા મૂકો.

ગાજર બીટ હલવા કેક

વેલેન્ડાઇન ડે સ્પેશિયલ ગાજર બીટ હલવો કેકની મીઠાશ તમારા સંબંધને વધુ મધુર બનવાશે.