3/4 કપ શેકેલા ઓટ્સ,1/2 કપ ચણાનો લોટ, 1 નાનું બાફેલું બીટરૂટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી મરચું, 1 ઇંચ આદુ, હિંગ, આખું જીરું, સમારેલી ડુંગળી ,કોથમીર, છીણેલું પનીર અને 2 ચમચી ઘી
સૌ પ્રથમ ઓટ્સ શેકી લો, ત્યારબાદ ઓટ્સને ગ્રાઈન્ડરમાં નાખો, તેમાં સમારેલ બીટ, આદુનો નાનો ટુકડો અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી લો.
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં મીઠું, હિંગ, આખું જીરું, 1 ચમચી મરચું, અને બીટરૂટનો તૈયાર મસાલો એડ કરો અને બેટર તૈયાર કરો.
એક નોનસ્ટિક પેન ગરમ કરો તેમાં ચિલ્લાનું બેટર રેડો તેના ઉપર સહેજ ઘી નાખો, ત્યારબાદ ડુંગળી, કોથમીર અને છીણેલું પનીર નાખો.
એક સાઈડ ચિલ્લા કુક થાય ત્યારબાદ પલટાવો જરૂર લાગે તો સહેજ ઘી નાખો. અને સારી રીતે શેકી લો. અને એક સર્વિંગ પ્લેટમાં કાઢી ગ્રીન ચટણી અથવા ચા નાસ્તમાં સર્વ કરો.