બાળકોને ભાવે તેવી હેલ્ધી બીટરૂટ ક્રેકર્સ રેસીપી

Feb 12, 2025, 01:56 PM

બીટરૂટ ઘણા સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે, તે આયર્નથી ભરપૂર હોવાથી હિમોગ્લોબિનની ઊણપ પુરી કરે છે, અહીં હેલ્ધી બીટરૂટ ક્રેકર્સની રેસીપી શેર કરી છે જે બધાને ભાવશે

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી આદુ પાઉડર, 1 ચમચી ફ્લેક્સ સીડ પાઉડર, 1/2 ચમચી મરી પાઉડર, 2 ચમચી ઓલિવ ઓઇલ અથવા રેગ્યુલર ઓઇલ, 2-3 બીટરૂટ પ્યુરી

બીટરૂટ ક્રેકર્સ રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ બાંધવા માટે ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો નાખી ને મિક્સ કરો.

બીટરૂટ ક્રેકર્સ રેસીપી

ત્યારબાદ તેમાં આદુ પાઉડર, ફ્લેક્સ સીડ પાઉડર અને મરી પાઉડર નાખો અને ડ્રાય મિક્ષ કરો.

બીટરૂટ ક્રેકર્સ રેસીપી

હવે એમાં ઓલિવ ઓઇલ અથવા રેગ્યુલર ઓઇલ અને 2-3 બીટરૂટની પ્યુટી ઉમેરો અને લોટ બાંધો જરૂર લાગે તો પાણી નાખો.

બીટરૂટ ક્રેકર્સ રેસીપી

કડક લોટ બાંધ્યા બાદ મોટો રોટલો વણીને તેને સ્કવેર શેપમાં કટ કરો અને ઓવન ને પ્રિ હિટ કરીને 10 થી 15 મિનિટ માટે ક્રેકર્સને થવા દો, ક્રિસ્પી થઇ જાય એટલે ક્રેકર્સને ડબ્બામાં સ્ટોર કરો અને બાળકોને નાસ્તામાં ખવડાવો.