Beetroot Dosa recipe | બીટરૂટ ઢોસા રેસીપી, આ ઢોસા હિમોગ્લોબિનની કમી કરશે પુરી

Jul 19, 2025, 09:44 AM

ઢોસા એ સાઉથ ઈન્ડિયન રેસીપી છે પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય બની ગઈ છે. તે નાસ્તામાં, લંચમાં અથવા ડિનરમાં પણ ખાઈ શકાય છે.

સાદાઢોસા ચોખા અને દાળમાંથી બને છે, પરંતુ આપણે તેમાં થોડો ફેરફાર કરીને તેને વધુ પૌષ્ટિક અને રંગબેરંગી બનાવી શકાય છે.

બીટરૂટ ઢોસા એ એક અનોખી અને સ્વાદિષ્ટ વાનગી છે જે રોજિંદા ઢોસાને એક નવી ટચ આપશે.

બીટરૂટ તેના સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે, જેમાં લોહી શુદ્ધ કરવું અને હિમોગ્લોબિન વધારવું શામેલ છે. અહીં જાણો બીટરૂટ ઢોસા બનવાની રીત

બીટરૂટ ઢોસા રેસીપી સામગ્રી(બેટર માટે)

1 કપ ચોખા, 1/2 કપ અડદની દાળ (ફોતરા વગરની), 1/4 ચમચી મેથીના દાણા, 1 મધ્યમ કદનું બીટરૂટ, મીઠું સ્વાદ મુજબ, પાણી જરૂર મુજબ, તેલ જરૂર મુજબ

બીટરૂટ ઢોસા રેસીપી

એક મોટા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણાને ભેગા કરો. તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી પૂરતા પાણીમાં 4-5 કલાક અથવા આખી રાત પલાળી રાખો.

બીટરૂટ ઢોસા રેસીપી

પીસેલા ખીરાને એક મોટા બાઉલમાં કાઢી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી આથો આવવા દો, નોન-સ્ટીક પેન ગરમ થાય પછી, તેના પર થોડું પાણી છાંટીને કપડાથી લૂછી લો.

બીટરૂટ ઢોસા રેસીપી

પછી બેટરને ગોળાકાર તવા પર પાથરો.થોડું તેલ નાખો ક્રિસ્પી અને સોનેરી બ્રાઉન ન થાય, શેકાઈ જાય, નારિયેળની ચટણી, સાંભાર સાથે સર્વ કરો.

વિવિધ પ્રકારની રસમ રેસીપી કરો ટ્રાય, મોસમી બીમારીઓ રહેશે દૂર!