હેલ્ધી અને ટેસ્ટી બીટરૂટ આઈસ્ક્રીમ ઘરે બનાવો, બહારનો ભૂલી જશો

Apr 02, 2025, 02:41 PM

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

ઉનાળો શરૂ થઇ ગયો છે, આ રૂટમાં એપ્રિલ મે મહિનામાં આકરો તાપ પડે છે ત્યારે તમે લોકોને ઠંડુ ઠંડુ ખાવાની ખુબજ ઈચ્છા થાય છે, એમાં પણ ખાસ આઈસ્ક્રીમ!

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

આઈસ્ક્રીમનું ગરમીમાં ખુબજ વેચાણ થાય છે, પરંતુ તમે ઘરે પણ બહાર કરતા બેસ્ટ અને હેલ્ધી આઈસ્ક્રીમ બનાવી શકો છો, અહીં બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી શેર કરી છે જે જલ્દી બની જશે,

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

5-6 સમારેલ બીટ, 1/3 કપ દૂધ, 1 કપ ક્રીમ, 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1 ચમચી મિલ્ક પાવડર (ઓપ્શનલ)

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

એક પેનમાં છીણેલું બીટરૂટ ઉમેરો અને પાણી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે લગભગ 1/3 કપ દૂધ ઉમેરો અને મધ્યમ તાપ પર કુક કરો, થઈ ગયા પછી તેને ઠંડુ થવા દો અને તેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો.

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

લગભગ એક કપ ક્રીમ લો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ફેટ કરો, અમે બનાવેલ બીટરૂટ પેસ્ટ ઉમેરો.

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને પછી બ્લેન્ડરનો ઉપયોગ કરીને બધું સારી રીતે મિક્સ કરો.

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

પછી થોડો મિલ્ક પાવડર ઉમેરો (વૈકલ્પિક) ફરીથી મિક્સ કરો, આઈસ્ક્રીમને ફ્રીઝર કન્ટેનરમાં ટ્રાન્સફર કરો અને તેને સ્મૂથ કરો.

બીટરૂટ આઈસ્ક્રીમ રેસીપી

હવે આઈસ્ક્રીમની સપાટીને કાગળથી ઢાંકી દો અને લગભગ ઘટ્ટ થાય ત્યાં સુધી, લગભગ 6 કલાક ફ્રીઝ કરો અને તમારો બીટરૂટ આઈસ્ક્રીમ તૈયાર છે.

શક્કરટેટીમાંથી બનાવો ઓછા સમયમાં ટેસ્ટી આઇક્રીમ, બધાને ભાવશે