Feb 20, 2025
પહેલાના જમાનામાં લોકો માટીના વાસણમાં ખાવાનું બનાવતા હતા. હવે લોકો સ્ટીલ, પીત્તળ, ચીનાઈ માટીના વાસણમાં ખાવાનું બનાવે છે.
માટીના વાસણમાં લોકો સ્વાદ માટે ખાવાનું ખાતા ન હતા પરંતુ આથી લોકો સ્વસ્થ પણ રહેતા હતા.
હવે કેટલાક લોકો ફરીથી માટીના વાસણમાં રસોઈ બનાવવાનું અને ખાવાનું શરૂ કરી દીધુ છે. ચલો આ વાસણોમાં ભોજન કરવાના ફાયદઓ વિશે જણાવીએ.
ઘણા પ્રકારના આહારને પકાવવા માટે આજે પણ લોકો માટીની હાંડીનો ઉપયોગ કરે છે. આમાં ખાવાનું ધીરે બને છે પરંતુ સ્વાદિષ્ટ બને છે.
માટીમાં ક્ષારીય ગુણ હોય છે, જે ખાવાના એસિડ સાથે રિએક્ટ કરે છે. આથી ખાવાનું પીએસ બેલેન્સ થઈ જાય છે અને સ્વાદ વધી જાય છે.
વધારે તેલ સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. માટીના વાસણમાં જમવાનું પકાવવાથી ઓછું તેલ વપરાય છે. આવામાં તમે વધારે તેલવાળું ખાવાથી બચશો.
માટીના વાસણમાં બનેલું ભોજન હૃદય માટે ફાયદાકારક હોય છે. હાર્ટના પેશન્ટે માટીના વાસણમાં ખાવાનું ખાવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે, માટીના વાસણમાં ભોજન પકાવીને ખાવાથી આહારના નેચરલ તત્વો મળે છે. સ્ટીલના વાસણમાં બનેલા ભોજનમાં તત્ત્વ રહેતા નથી.
માટીના વાસણમાં બનેલું ભોજન લાંબા સમય સુધી ગરમ રહે છે. આવામાં તમારે તેને વારંવાર ગરમ કરવાનું રહેશે નહીં. ભોજનને વારંવાર ગરમ કરવાથી તેનો ટેસ્ટ જતો રહે છે.
આ ખબર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞો પાસેથી યોગ્ય સલાહ લેવી.