ઇસબગુલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે અને ગેસ, એસિડિટી અને કબજિયાત દૂર કરે છે.
જે લોકો દરરોજ સવારે કે રાત્રે પેટ સાફ ન હોવાની ફરિયાદ કરે છે તેમના માટે ઇસબગુલ એક રામબાણ ઈલાજ છે. તે મળને નરમ પાડે છે અને આંતરડા સાફ કરે છે.
ઇસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ભોજન પછી બ્લડ સુગરમાં અચાનક વધારો અટકાવે છે .
જમતા પહેલા ઇસબગોલ લેવાથી પેટ ભરેલું લાગે છે , જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગ્લાસ નવશેકા પાણી કે દૂધમાં ૧ ચમચી ઇસબગુલ મિક્સ કરો, તમે ભોજન પહેલાં અથવા સૂવાના સમય પહેલાં 30 મિનિટ લો.
પાણીમાં ઇસબગુલ ઘટ્ટ થાય એટલે તરત જ પી લો, જો તમે ઈચ્છો તો, તમે સ્વાદ માટે થોડું મધ અથવા લીંબુ પણ ઉમેરી શકો છો.
તેનું વધુ માત્રામાં સેવન ન કરો. દરરોજ ફક્ત 1 થી 2 ચમચી લો, પાણીની માત્રા વધારો નહીંતર કબજિયાત થઈ શકે છે, કોઈપણ દવા સાથે ઇસબગુલ લેતા પહેલા, ડૉક્ટરની સલાહ લો.