1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, જરૂર મુજબ તેલ, 1/2 ચમચી અજમો, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, મીઠું - સ્વાદ મુજબ
પાણી - જરૂરિયાત મુજબ,1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, બારીક સમારેલી કોથમીર, 2 ચમચી આદુ લસણની પેસ્ટ
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, તેલ, અજમા, હળદર, મરચું પાવડર અને મીઠું નાખો. તેમાં થોડું પાણી ઉમેરો અને તેને કઠણ કણક જેવો લોટ તૈયાર કરો.
બેસન ગટ્ટાનું શાક બનાવવાનું તો સરળ છે જ, પણ તેનો સ્વાદ પણ એટલો અદ્ભુત છે કે બધા વખાણ કરશે. ગટ્ટે નું શાક રાજસ્થાનની સૌથી લોકપ્રિય શાકમાંની એક માનવામાં આવે છે.
કણકને 4-5 ભાગોમાં વહેંચો અને લાંબા રોલ બનાવો.હવે એક પેનમાં પાણી ઉકાળો અને તેમાં આ ચણાના લોટના રોલ્સ ઉમેરો અને મધ્યમ તાપ પર 8-10 મિનિટ સુધી ઉકાળો.
બેસન ગટ્ટાને ઉકળ્યા બાદ તેને બહાર કાઢીને નાના ટુકડા કરી લો. હવે ગ્રેવી માટે, એક પેનમાં તેલ ગરમ કરો, પછી તેમાં જીરું ઉમેરો.
જ્યારે જીરું તતડવા લાગે, ત્યારે સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા પાવડર, આદુ લસણની પેસ્ટ અને લાલ મરચાં પાવડર ઉમેરો અને થોડું શેકો.
હવે તેમાં દહીં નાખો અને સતત હલાવતા રહો, હવે તેમાં બાફેલી ગટ્ટા ઉમેરો અને તેને થોડું શેકો, ત્યારબાદ 1 કપ પાણી ઉમેરો અને 8-10 મિનિટ સુધી કુક કરો, થઇ જાય એટલે સર્વ કરો.