Besan Halwa Recipe: પ્રોટીનથી ભરપૂર બેસન હલવો રેસીપી, 10 મિનિટમાં તૈયાર

Sep 09, 2025, 01:14 PM

બેસન હલવો રેસીપી

હલવો ભારતની પરંપરાગત મીઠાઇ છે. સોજીનો શીરો દરેકે ખાધો જ હશે. જો તમે હલવો કે શીરો ખાવાના શોખીન છો, તો તમારે બેસન હલવો ટ્રાય કરવો જોઇએ.

ચણાના લોટનો હલવો

બેસન હલવો ચણાના લોટ માંથી બને છે. પ્રોટીન જેવા પોષકતત્વોથી ભરપૂર બેસન હલવો 10 થી 15 મિનિટમં બન જાય છે.

બેસન હલવો બનાવવા માટે સામગ્રી

ચણાનો લોટ, દૂધ, ઘી, ખાંડ કે બુરુ, એલચી પાઉડર, કાજુ બદામ અને સુકી દ્રાક્ષ

ઘી ગરમ કરો

ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ગરમ કરો, પછી મીડિયમ તાપે ચણાનો લોટ શેકો. ચણાનો લોટ શેકતા પહેલા તેને ચારણી વડે ચાળી લો, જેથી લોટમાં કોઇ ગાંગડા ન રહી જાય.

ચણાનો લોટ શેકો

ચણાના લોટ સહેજ બ્રાઉન શેકવો જ્યાં સુધી સુગંઘ ન આવે.

દૂધ, પાણી અને ખાંડ ઉમેરો

ચણાનો લોટ બરાબર શકાશે ત્યારે ઘી છુંટુ પડવા લાગશે. પછી તેમા દૂધ, પાણી અને ખાંડ કે બૂરું નાંખી હલવાને પકવવા દો.

ડ્રાયફુટ ઉમેરો

હલવાનું પાણી દૂધ બરાબર શોષાઇ ગયા બાદ તેમા એલચી પાઉડર, કાજુ, બદામ અને સુકી દ્રાક્ષના ટુકડા ઉમેરો 2 થી 3 મિનિટ પકવવા દો.

હલવો પકવવા દો

બેસન હલવો બરાબર રંધાઇ પછી ગેસ બંધ કરી દો.

બેસન હલવો સર્વ કરો

ગરમાગરમ બેસન હલવા બહુ સ્વાદિષ્ટ હોય છે. સોજી કે ઘઉંના લોટની જેમ બેસન હલવો જરૂર ટ્રાય કરવો જોઇએ.