Oct 09, 2025
દિવાળીમાં મીઠાઇ ખાવાની મજા પડે છે. જો કે આજકાલ બજારની મીઠાઇમાં ભેળસેળ થતી હોવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ખાસ કરીને મીઠાઇમાં ખાંડ ઉમેરવામાં આવતી હોવાથી ડાયાબિટીસ દર્દી તે ખાઇ શકતા નથી.
અહીં દિવાળી મીઠાઇ માટે શુગર ફ્રી બેસનના લાડુ બનાવવાની સરળ રેસીપી આપી છે.
બેસન લાડુ ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ લાડુ ડાયાબિટીસ દર્દી બ્લડ શુગર વધવાની ચિંતા કર્યા વગર ખાઇ શકે છે.
ચણાનો લોટ 250 ગ્રામ, સોજી 50 ગ્રામ, 150 ગ્રામ દેશી ઘી, ખજૂર 10 નંગ, એલચી પાઉડર 1 નાની ચમચી, ડ્રાયફુટ્સના ટુકડા
શુગર ફ્રી બેસનના લાડુ બનાવવા માટે સૌથી એક કઢાઇમાં ઘી ગરમ કરો.
પછી તેમા 250 ગ્રામ ચણાનો લોટ અને 50 ગ્રામ સોજી શેકો. સોજી ઉમેરવાથી લાડુ કરકર અને ટેસ્ટી બને છે. લોટ સહેજ બ્રાઉન થાય અને સુગંધ આવે ત્યાં શેકવો. લોટ શેકાય ગયા બાદ તેને થોડો ઠંડો થવા દો.
હવે એક કઢાઇમાં 1- 2 ચમચી ઘી ઉમેરો, પછી તેમા ઠળિયા વગરની 10 નંગ ખજૂર શેકો. ખજૂર એકદમ નરમ થાય ત્યાં સુધી શેકવી. પછી મિક્સર જારમાં ખજૂરની પેસ્ટ બનાવો.
એક મોટા વાસણમાં શેકેલો ચણાનો લોટ અને ખજૂરની પેસ્ટ ઉમેરો. પછી તેમા એલચી પાઉડર, ડ્રાયફુટ્સના ઝીણા સમારેલા ટુકડા ઉમેરો.
હવે બધી સામગ્રી બરાબર મિક્સ કરો, પછી નાના નાના બેસનના ગોળ લાડુ બનાવો. બેસનના લાડુ ઉપર પિસ્તાના ટુકડા વડે ગાર્નિશ કરો.
આ રીતે બનાવેલા બેસનના લાડુમાં પાણી કે દૂધનો ઉપયોગ કર્યો ન હોવાથી તે 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.