અમદાવાદમાં ફરવાની આ 5 સુંદર જગ્યા, જે અચૂક વિઝિટ કરવી જોઈએ

Jan 24, 2023

shivani chauhan

જો તમે ગુજરાતના શહેર અમદાવાદમાં છો અને ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ફરવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે.

અમદાવાદમાં ફરવાની આ 5 જગ્યાઓમાં તમે તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

માણેક ચોક ઓલ્ડ અમદાવાદમાં છે, એ પ્રાચીન સ્મારકોથી ઘેરાયેલું છે, ત્યાં ઘણી પોળ આવેલી છે.

માણેક ચોકમાં રાત્રે ખાણી-પીણી  બજાર ભરાય છે. જે લોકલ ફૂડ માટે ફેમસ છે. ત્યાં સવારે ફ્રૂટ્સ, શાક ભાજી મળે છે, બપોરે જવેલરી માર્કેટ ભરાય છે. અને રાત્રે સ્ટ્રીટ ફૂડ્સની મજા માણી શકાય છે.

સ્વામિનારાયણ મંદિર અમદાવાદનું સૌથી પ્રમુખ ધાર્મિક સ્થળોમાંથી એક છે, આ મંદિર નારાયણ દેવને સમર્પિત છે.

તેની વાસ્તુકલા તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં તમે ફેમિલી સાથે પણ ફરી શકો છો.

કાંકરિયા તળાવ અમદાવાદનું સૌથી ફેમસ પીકનીક સ્પોટમમાનું  એક છે. જે હજ- એ-કુતૂબના નામથી જાણીતું હતું.

કાંકરિયામાં તમે ટોય ટ્રેન રાઇડ્સ, ટેથર્ડ બલૂન રાઇડ્સ, કિડ્સ સીટી અને બોટ રાઇડ્સ જેવી એક્ટિવિટીની મજા લઇ શકો છો.

અમદાવાદના સૌથી મોટા આશ્રમોમાંનું એક છે સાબરમતી આશ્રમ, ગાંધી સ્મારક સંગ્રહાલય, ગાંધીજીના ખાદી કુર્તા અને તેમના પત્ર વગેરે આજ પણ ઉપલબ્ધ છે.

આ અમદાવાદની સૌથી સુંદર જગ્યાઓ માની એક જગ્યા છે, લો ગાર્ડન, તેની બહાર એક માર્કેટ છે જે ચણીયા ચોળી માટે ફેમસ છે.