પાણી શરીર માટે અમૃત સમાન છે. ઉનાળામાં પુરતું પાણી પીવું જરૂરી છે.
અલબત્ત દિવસ દરમિયાન અમુક સમયે પાણી પીવાથી હેલ્થને સૌથી વધુ ફાયદો થાય છે. ચાલો જાણીયે પાણી પીવા માટે ક્યો સમય સૌથી શ્રેષ્ઠ છે.
સવારે જાગ્યા બાદ તરત જ પાણી પીવું સારું રહે છે, જેનાથી શરીરના આંતરિક અંગોને સક્રિય થવામાં મદદ મળે છે.
કસરત કે વર્કઆઉટ બાદ પાણી પીવું જોઇએ, જે હૃદયના ધબકારાને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે
બપોરે કે રાત્રે જમાવાના 30 મિનિટ પહેલા પાણી પીવાથી ખોરાકનું પાચન થવામાં સરળતા રહે છે.
રાત્રે સુતા પહેલા અચૂક પાણી પીવું જોઇએ. જે શરીરમાં પ્રવાહીની ઉણપ દૂર કરે છે.
સ્નાન કર્યા બાદ પાણી પીવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
થાક લાગે ત્યારે પાણી પીવું ફાયદાકારક રહે છે, તેનાથી બોડીને રિચાર્જ થાય છે.
બીમારીમાં પુરુતં પાણી પીવું જોઇએ, જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે હાઇડ્રેટ કરે છે