ભજીયામાંથી બનાવો ભજીયા સાથે ખાવાની ચટણી, જરા હટકે છે રેસીપી

Jun 24, 2025, 03:04 PM

ભજીયાની ચટણી

ચોમાસાની સિઝનની સાથે સાથે ભજીયાની પણ સિઝન ચાલું થઈ જાય છે. વરસાદ પડે ત્યારે ઘોરોમાં ભજીયા બનવા લાગે છે.

ભજીયાની ચટણી

ગરમા ગરમ ભજીયાનો સ્વાદ ભજીયાની સાથે સાથે તેની સાથે ખવાતી ચટણી કે કઢીમાં પણ રહેલો છે.

ભજીયાની ચટણી

મોટાભાગે ચટણી સાથે ભજીયા ખવાતા હોય છે તો અહીં ભજીયા સાથે ખવાતી ચટણીની જરા હટેક રેસીપી આપેલી છે.

સામગ્રી

ભજીયા, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરુ પાઉડર, છાશ, હળદર, મીઠું, લીંબુ, ખાંડ, લીલા મરચા, આદુ, લીલા ધાણા

બનાવવાની રીત

એક તપેલીમાં 500 ML છાશ લો, તેમાં ગરમા ગરમ 7-8 ભજીયા નાંખો હવે થોડીવાર રહેવા દો.

બનાવવાની રીત

ત્યારબાદ છાશમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરું પાઉડર, કાશ્મીરી લાલ મરચું, લીલા મરચા અને આદુની પેસ્ટ નાંખો.

બનાવવાની રીત

હવે જો છાશ ખાટી ન હોય તો તેમાં એક ચમચી લીંબુનો રસ નાંખો જો છાશ ખાટી હોય તો લીંબુના રસની જરૂર નથી.

બનાવવાની રીત

હવે એક હેન્ડ ગ્રાઈન્ડર વડે સારી રીતે ક્રસ કરી દો. એકદમ પ્યુરી તૈયાર થાય ત્યારે તેમાં કાપેલા લીલા ધાણાં નાખીને સારી રીતે હલાવી દો.

બનાવવાની રીત

હવે એક હેન્ડ ગ્રાઈન્ડર વડે સારી રીતે ક્રસ કરી દો. એકદમ પ્યુરી તૈયાર થાય ત્યારે તેમાં કાપેલા લીલા ધાણાં નાખીને સારી રીતે હલાવી દો.

બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે ભજીયા સાથે ખવાતી ભજીયાથી બનતી અલગ પ્રકારની ચટણી.