ભાખરી પીઝા રેસીપી, ટેસ્ટ એવો કે બહારના ભૂલી જશો

May 15, 2025, 06:49 PM

ભાખરી પીઝા

પીઝા નામ પડતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. જોકે તમે ભાખરી પીઝા સાંભળ્યા છે.

ભાખરી પીઝા રેસીપી

અહીં અમે ભાખરી પીઝા રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ ટેસ્ટી બનશે. આ ખાધા પછી તમે બહારના પીઝા ભૂલી જશો.

ભાખરી પીઝા સામગ્રી

ભાખરી નો લોટ, તેલ મોણ માટે, મીઠું સ્વાદાનુસાર, ટામેટા કેચઅપ, પીઝા ગ્રેવી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, ખમણેલું ચીઝ.

પીઝા ભાખરી બનાવવાની રીત

સૌપ્રથમ એક કથરોટમાં ભાખરીનો લોટ લઈ તેમાં તેલનું મોણ, પાણી અને મીઠું નાખી લોટ બાંધી લેવો. આ લોટ કઠણ રાખવો

સ્ટેપ 2

આ લોટને થોડી વાર મૂકી રાખો. ત્યારબાદ બાદ નાની નાની ભાખરી વણવી અને ગેસ પર મુકેલા તવા પર ધીમા તાપે કડક શેકી લેવી.

સ્ટેપ 3

ભાખરી ઠંડી થાય એટલે તેની ઉપર સૌપ્રથમ પીઝા ગ્રેવી કે ટોમેટો કેચઅપ લગાવી ઉપર ડુંગળી, ટામેટા, કેપ્સીકમ મૂકી ચીઝ ભભરાવવું.

સ્ટેપ 4

આ પછી ગેસ પર તવી મુકવી તેના પર થોડું બટર કે તેલ લગાવવું. ત્યારબાદ મસાલો તૈયાર કરેલ ભાખરી ઉપર મુકવી અને ઢાંકીને થોડીવાર ધીમા ગેસે ચડવા દેવી.

સ્ટેપ 5

આ પછી તેને એક વાસણમાં લઇ લેવા અને ઉપર ભાવતી હોય તો ચીઝ નાખવી.

ભાખરી પીઝા તૈયાર

તમારા ભાખરી પીઝા તૈયાર થઇ જશે. તમે તેને ચાર ટુકડા કરી સર્વ કરી શકો છો.