Aug 15, 2025
મંદિરમાં અથવા તો ઘરે પૂજા દરમિયાન બનાવવામાં આવતું ભંડારાનું શાક એકદમ ટેસ્ટી લાગે છે.
આવું જ ભંડારાનું ટેસ્ટી શાક તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બાફેલા બટાકા બાફેલા, ટામેટા, આદુ, સુકા ધાણા, તમાલપત્ર, ઘી, લાલ મરચું પાઉડર, વરીયાળી, જીરુ, હિંગ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, કસૂરી મેથી, લીલા ધાણા, મીઠું, તેલ, પાણી.
બટાકા બાફી લો. થોડા બટાકાને મેશ કરો અને થોડા મોટા ટુકડા રાખો. આ પછી ટામેટા કાપી તેની થોડું પાણી નાખી ગ્રેવી બનાવી લો.
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરુ, વરિયાળી, સુકા ધાણા, લાલ મરચા, તમાલ પત્ર અને હિંગ ઉમેરો અને થોડીવાર સાંતળો.
આ પછી તેમાં ટામેટાની ગ્રેવી, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરુ, આદુ ઉમેરો અને 2-3 મિનિટ સુધી સારી રીતે હલાવો.
હવે એમા બાફેલા અને મેશ કરેલા બટાકા ઉમેરો. આ પછી મીઠું, કસુરી મેથી, ગરમ મસાલો અને પાણી ઉમેરો. આ પછી ઢાંકણ બંધ કરીને ચડવા દો.
આ પછી બટાકા ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી લો. તેના ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો. તે રોટલી, પુરી કે પરોઠા સાથે ખાઇ શકો છો.