Sep 24, 2025
ભરેલા ભીંડાનું શાક ઘણું સ્વાદીષ્ટ હોય છે. તે ઘણું સ્વાદીષ્ટ લાગે છે.
અમે અહીં ઘરે ટેસ્ટી સ્ટાઇલમાં ભરેલા ભીંડાનું શાક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
ભીંડા, ચણાનો લોટ, સીંગનો ભુકો, તેલ, મીઠું, ધાણાજીરું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમીર.
ભીંડાને પાણીથી ધોઈ નાખો અને પછી કપડાથી સારી રીતે સાફ કરી લો. આગળ પાછળના ભાગ થોડા કાપી લેવા. આ પછી ભીંડાની વચ્ચે ચીરો કરી લેવો.
આ પછી એક પ્લેટમાં ચણાનો લોટ, સીંગનો ભૂકો, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, થોડું તેલ મિક્સ કરી લેવું અને મસાલો બનાવી લેવો. આ મિક્સ કરેલો મસાલો ભીંડાની વચ્ચેની ચીરીમાં ભરી દેવો.
ગેસ ચાલુ કરીને તેના ઉપર એક પેનમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ એડ કરવી. એક એક કરીને બધા ભરેલા ભીંડા તેમાં એડ કરી દેવા.
આ પછી ઉપર એક પ્લેટમાં પાણી મૂકવું જેની વરાળ થાય તેનાથી ભીંડા જલ્દી ચડી જાય. થોડીવારમાં જ્યારે ભીંડા ચડી જાય એટલે એટલે ઢાંકણ ખોલીને ભીંડા ઉપર વધેલો મસાલો એડ કરી દેવો અને મિક્સ કરી લેવો.
આ રીતે ટેસ્ટી મસાલા ભરેલા ભીંડા તૈયાર થઇ જશે. તમે તેના પર ધાણા નાખી શકો છો. આ શાક તમે રોટલી કે પરાઠા સાથે ખાઇ શકો છો.