ભરેલા ભીંડાનું શાક આવી રીતે બનાવો, મોંઢામાં આવી જશે પાણી

May 01, 2025, 10:00 PM

ભરેલા ભીંડાનું શાક

ભરેલા ભીંડાનું શાક ઘણું સ્વાદીષ્ટ હોય છે. તેનો એક અલગ જ ટેસ્ટ આવે છે.

ઘરે બનાવો

અમે અહીં ઘરે ટેસ્ટી સ્ટાઇલમાં ભરેલા ભીંડાનું શાક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

ભરેલા ભીંડાના શાકની સામગ્રી

ભીંડા, ચણાનો લોટ, સીંગનો ભુકો, ધાણાજીરું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમીર, તેલ, મીઠું.

ભરેલા ભીંડાનું શાક બનાવવાની રીત - સ્ટેપ 1

ભીંડાને પાણીથી ધોઈ નાંખો અને પછી કપડાથી સારી રીતે સાફ કરી લો. આગળ પાછળના ભાગ થોડા કાપી લેવા. આ પછી ભીંડાની વચ્ચે ચીરો કરી લેવો.

સ્ટેપ 2

આ પછી એક પ્લેટમાં ચણાનો લોટ, સીંગનો ભૂકો, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મછલો, થોડું તેલ મિક્સ કરી લેવું અને મસાલો બનાવી લેવો. આ મિક્સ કરેલો મસાલો ભીંડાની વચ્ચેની ચીરીમાં ભરી દેવો.

સ્ટેપ 3

ગેસ ચાલુ કરીને તેના ઉપર એક પેનમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ એડ કરવી. એક એક કરીને બધા ભરેલા ભીંડા તેમાં એડ કરી દેવા.

સ્ટેપ 4

આ પછી ઉપર એક પ્લેટમાં પાણી મૂકવું જેની વરાળ થાય તેનાથી ભીંડા જલ્દી ચડી જાય.

સ્ટેપ 5

થોડીવારમાં જ્યારે ભીંડા ચડી જાય એટલે એટલે ઢાંકણ ખોલીને ભીંડા ઉપર વધેલો મસાલો એડ કરી દેવો અને મિક્સ કરી લેવું.

સ્ટેપ 6

આ રીતે આપણા ટેસ્ટી મસાલા ભરેલા ભીંડા તૈયાર થઇ જશે. તમે તેના પર ધાણા નાખી શકો છો. આ શાક તમે રોટલી કે પરાઠા સાથે ખાઇ શકો છો.