8 થી 9 નાના કેપ્સિકમ્સ, 2 બાફેલા બટાટા, 3/4 કપ છીણેલું પનીર, 1 ટીસ્પૂન તેલ, 1/4 ટીસ્પૂન હળદર પાઉડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સમારેલા 5 થી 6 કાજુ, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, મરચાંના ટુકડા અને બ્લેક સોલ્ટ, 2 ક્યુબ્સ ચીઝ
1 મોટું ટામેટું, 6 કળી લસણ, 1 મોટી ડુંગળી, 1 લીલું મરચું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 4 થી 5 કાજુ, આદુનો નાનો ટુકડો, 1 ટીસ્પૂન તેલ,1/2 ટીસ્પૂન હળદર પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, 2 ચમચી ક્રીમ, 1/2 ટીસ્પૂન કસૂરી મેથી, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ગોળ પાવડર, મીઠું અને તાજી કોથમીર, થોડી ક્રીમ અને છીણેલું પનીર ગાર્નિશ માટે
સૌ પ્રથમ બધા કેપ્સિકમ સુધારી નાખો, ત્યારબાદ એક પેનમાં સહેજ તેલ નાખીને એમાં બાફેલા બટાકા, છીણેલું પનીર, થોડું ચીઝ, થોડા સમારેલ કાજુ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ચિલ્લી ફેલિક્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો, એમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર નાખી મિક્ષ હવે એમાં સહેજ પાણી નાખો, તૈયાર કરેલ ગ્રેવી મિક્ષ કરો.
હવે એમાં ઝીણી સમારેલ કોથમીર ઉમેરીને સારી રીતે કુક કરો, તેને સતત હલાવતા રહો. હવે આ સ્ટફિંગ સહેજ ઠંડુ થઇ જાય એટલે બધા કેપ્સિકમ મરચામાં મસાલો ભરી લો.
મસાલો સ્ટફ કર્યા બાદ હવે પછી પેનમાં સહેજ તેલ નાખીને બધા કેપ્સિકમ શેકી લો. કુક થઇ જાય એટલે ગેસ બંધ કરો.
કુક થઇ જાય એટલે ગ્રેવી તૈયાર કરો જેના માટે ટામેટા, આદુ, લસણ, ડુંગળી, કાજુ, લાલ મરચું પાઉડર નાખીને મિક્ષરમાં ગ્રેવી તૈયાર કરી લો.
એમાં કસ્તુરી મેથી, ગરમ મસાલા, મીઠું, ગોળનો ભૂકો અને કોથમીર આખીને ગરમ ગરમ સબ્જી રોટલી સાથે સર્વ કરો.