Sep 30, 2025

ભેળ રેસીપી, એકદમ સ્વાદીષ્ટ અને ચટપટી બનશે

Ashish Goyal

ભેળ

ભેળ ભારતની ફેમસ ચાટમાંથી એક છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

Source: social-media

ભેળ રેસીપી

ભેળ બનાવવી એકદમ સરળ છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

ભેળ સામગ્રી

સાદા મમરા, સેવ, બાફેલા બટાકા, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા ટમેટા, બારીક સમારેલું લીલું મરચું, ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, સમારેલી કોથમીર, ચાટ મસાલો, લીંબુ.

Source: social-media

ભેળ બનાવવાની રીત, સ્ટેપ 1

મમરા શેકવા માટે એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેમાં મમરા, હળદર અને મીઠું નાખો.

Source: social-media

સ્ટેપ 2

ચમચાથી સતત હલાવતા રહીને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. જ્યારે મમરા ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને એક મોટા બાઉલમાં કાઢી લો.

Source: social-media

સ્ટેપ 3

એક મોટા બાઉલમાં મમરા લો. તેમાં બાફેલા બટાકા, સમારેલા ટમેટા, સમારેલી ડુંગળી અને બારીક સમારેલું લીલું મરચું નાખો.

Source: social-media

સ્ટેપ 4

તેમાં ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી અને લસણની ચટણી નાખો. તેમાં ઝીણી સેવ અને ચાટ મસાલો નાંખો.

Source: social-media

સ્ટેપ 5

આ પછી ચમચાથી બરાબર હલાવીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. આ રીતે તમારા ટેસ્ટી ભેળ તૈયાર થઇ જશે.

Source: social-media

સર્વ કરો

તમે તેના પર લીબુંનો રસ અને કોથમીર નાખી સર્વ કરી શકો છો. તમે ઉપર દાડમના દાણા પણ નાખી શકો છો.

Source: social-media

Source: social-media