Jun 26, 2025
વરસાદ પડવાનું શરુ કરે ત્યારે ભજીયા ખાવાનું મન તો ચોક્કસ થાય.
ચોમાસામાં લોકો અલગ પ્રકારના ભજીયા બનાવીને મોસમની મજા મ્હાણ તા હોય છો.
પરંતુ શું તમે વરસાદી મોસમમાં ભીંડી ભજીયા ઘરે બનાવ્યા ખરા. જો ના તો અહીં વાંચો સરળ રેસીપી
ભીંડા, કાશ્મીરી લાલ મરચું, લસણની કળિયો, મીઠું, બેશન, તેલ, બેકિંગ સોડા, અજમો, આદુ લસણ પેસ્ટ,દહીં.
એક બાઉલમાં બે ચમચી કાશ્મીરી મરચું પાઉડર, ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચમચી આદુ લસણની પેસ્ટ, ચમચી દહીં નાંખીને સારી રીતે મીક્સ કરીશું.
ભીંડાને બંને બાજુથી કાપીને વચ્ચે ઊભો ચીરો લગાવીશું અને અંદરથી બીજ કાઢીને તૈયાર કરેલું ફિલિંગ ભરીશું.
એક તપેલીમાં બે કપ બેશન લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો, બે ચમચી આદુ મરચાની પેસ્ટ, ખાવાના સોડા અને પાણી નાંખીને ઘટ ખીરું તૈયાર કરીશું
એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો. હે ફિલિંગ કરેલા ભીંડા એક પછી એક બેટરમાં ડુબાડીને સારી રીતે કોટિંગ થયા પછી તેલમાં તળો. ગોલ્ડન થાય ત્યાં સુધી ભજીયા તળવા.
આમ તૈયાર થઈ જશે યુનિક ભીંડી ભજીયા, જેને ખજૂર આંબલીની ચટણી, ફૂદીના કોથમીની ચટણી સાથે ખાઈ શકાય.