Sep 20, 2025
નાસ્તામાં બાળકોને રોજ કાંઇક નવું ખાવાની ઇચ્છા થાય છે. આવામાં તમે ભૂંગળા બટેટા બનાવી શકો છો.
અહીં બટેટા ભૂંગળા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. તમે એકદમ બહાર જેવા ટેસ્ટી બનાવી શકશો.
બાફેલા બટાકા, ભૂંગળા, તેલ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, વાટેલું લસણ, ધાણા જીરું, ચાટ મસાલો, હીંગ, મીઠું, લીંબુનો રસ, લીલા ધાણા.
સૌ પ્રથમ બટાકા પ્રેશર કુકરમાં 3-4 સીટી થાય ત્યાં સુધી બાફી લો. બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લો અને નાના ટુકડામાં કાપી લો.
બીજી તરફ ગેસ ચાલું કરી એક કડાઇમાં તેલ લો. તેમાં હીંગ, વાટેલું લસણ, લાલ મરચું પાઉડર, હળદર નાખો અને સારી રીતે મિક્સ કરો.
આ પછી તેમાં બાફેલા બટાકાના કટકા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરુ અને ચાટ મસાલો ઉમરો. આ બધાને ગેસની ફ્લેમ ધીમી રાખી સારી રીતે હલાવો.
આ રીતે તમે બટાકાનું ટેસ્ટી શાક તૈયાર થઇ જશે. તમે તેના પર લીલા ધાણા અને લીબુંનો રસ નાખી શકો છો.
બીજી તરફ એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થાય એટલે તેમાં ભૂંગળા નાખીને તળી લો.
આ રીતે તમારા ટેસ્ટી બટેટા ભૂંગળા તૈયાર થઇ જશે. તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.