ભૂંગળા બટેટા ઘરે ટ્રાય કરો, એકદમ ટેસ્ટી સ્વાદ આવશે

Sep 20, 2025, 10:06 PM

બટેટા ભૂંગળા

નાસ્તામાં બાળકોને રોજ કાંઇક નવું ખાવાની ઇચ્છા થાય છે. આવામાં તમે ભૂંગળા બટેટા બનાવી શકો છો.

બટેટા ભૂંગળા રેસીપી

અહીં બટેટા ભૂંગળા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. તમે એકદમ બહાર જેવા ટેસ્ટી બનાવી શકશો.

ભૂંગળા બટેટા સામગ્રી

બાફેલા બટાકા, ભૂંગળા, તેલ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, વાટેલું લસણ, ધાણા જીરું, ચાટ મસાલો, હીંગ, મીઠું, લીંબુનો રસ, લીલા ધાણા.

બટેટા ભૂંગળા રેસીપી

સૌ પ્રથમ બટાકા પ્રેશર કુકરમાં 3-4 સીટી થાય ત્યાં સુધી બાફી લો. બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લો અને નાના ટુકડામાં કાપી લો.

સ્ટેપ 2

બીજી તરફ ગેસ ચાલું કરી એક કડાઇમાં તેલ લો. તેમાં હીંગ, વાટેલું લસણ, લાલ મરચું પાઉડર, હળદર નાખો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

આ પછી તેમાં બાફેલા બટાકાના કટકા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરુ અને ચાટ મસાલો ઉમરો. આ બધાને ગેસની ફ્લેમ ધીમી રાખી સારી રીતે હલાવો.

સ્ટેપ 4

આ રીતે તમે બટાકાનું ટેસ્ટી શાક તૈયાર થઇ જશે. તમે તેના પર લીલા ધાણા અને લીબુંનો રસ નાખી શકો છો.

સ્ટેપ 5

બીજી તરફ એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થાય એટલે તેમાં ભૂંગળા નાખીને તળી લો.

બટેટા ભૂંગળા સર્વ કરો

આ રીતે તમારા ટેસ્ટી બટેટા ભૂંગળા તૈયાર થઇ જશે. તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.