ભૂંગળા બટાકા રેસીપી, ટેસ્ટ એવો કે આંગળા ચાટતા રહી જશો

Apr 25, 2025, 06:14 PM

ભૂંગળા બટાકા રેસીપી

વેકેશનમાં બાળકોને રોજ કાંઇક નવું ખાવાની ઇચ્છા થાય છે. આવામાં તમે ભૂંગળા બટાકા બનાવી શકો છો.

ઘરે બનાવો

અહીં બટાકા ભૂંગળા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. આ વાંચીની તમે એકદમ બહાર જેવા ટેસ્ટી બનાવી શકશો.

ભૂંગળા બટાકા સામગ્રી

બાફેલા બટાકા, ભૂંગળા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, વાટેલું લસણ, ધાણા જીરું, ચાટ મસાલો, હીંગ, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ, કોથમીર, તેલ

બટાટા ભૂંગળા રેસીપી - સ્ટેપ 1

સૌ પ્રથમ બટાકા પ્રેશર કુકરમાં 3-4 સીટી થાય ત્યાં સુધી બાફી લો. બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લો અને નાના ટુકડામાં કાપી લો.

સ્ટેપ 2

બીજી તરફ ગેસ ચાલું કરી એક કડાઇમાં તેલ લો. તેમાં હીંગ, વાટેલું લસણ, લાલ મરચું પાઉડર, હળદર નાખો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

આ પછી તેમાં બાફેલા બટાકાના કટકા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરુ અને ચાટ મસાલો ઉમરો. આ બધાને ગેસની ફ્લેમ ધીમી રાખી સારી રીચે હલાવો.

સ્ટેપ 4

આ રીતે તમે બટાકાનું ટેસ્ટી શાક તૈયાર થઇ જશે. તમે તેની પર કોથમીર અને લીબુંનો રસ નાખી શકો છો.

બટાકા ભૂંગળા તૈયાર

બીજી તરફ એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થાય એટલે તેમાં ભૂંગળા નાખો તરી લો. આ રીતે તમારા ટેસ્ટી બટાકા ભૂંગળા તૈયાર થઇ જશે.