કેળા માંથી ઘણી વાનગી બને છે. સામાન્ય રીતે આપણે કેળાની છાલ ફેંકી દઇયે છીએ. જો કે બિહારમાં કેળાની છાલ માંથી પણ એક સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
લિટ્ટી ચોખા બિહારની પ્રખ્યાત વાનગી છે. અહીં કેળાની છાલ માંથી ચોખા બનાવવાની રેસીપી આપી છે.
પાકેલા કેળાની છાલ 5 નંગ, 1 ડુંગળી સમારેલી, લસણની કળી 2-4 નંગ, તેલ, 2 લીલા મરચા કાપેલા, 1 ટામેટું ઝીણું સમારેલું, 1 ચમચી શેકલું જીરા પાઉડર, લીંબુનો રસ અથવા આમચૂર પાઉડર, કોથમીર, મીઠું
કેળાની છાલ મીઠું નાંખી કુકર કે તપેલામાં 5 થી 7 મિનિટ સુધી બાફી લો. ત્યાર પછી ઠંડા પાણીમાં થોડાક સમય રાખી મૂકો.
બાફેલી કેળાની છાલ મિક્સર જારમાં નાંખી પેસ્ટ બનાવી લો. તમે હાથ વડે પણ કેળાની છાળ મસળીને પેસ્ટ બનાવી શકો છો.
એક કડાઇમાં તેલ ગરમ કરો, તેમા રાઇ, મીઠા લીમડાનો તડકો લગાવો, ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, તેલ, શેકલું જીરું, મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
છેલ્લે આ ચોખા પર લીંબુનો રસ અને કોથમીર વડે ગાર્નિંશ કરી સર્વ કરો.
આ બિહાર સ્ટાઇલ ચોખા સાથે રોટલી કે પરાઠા સાથે ખાવાની મજા પડશે.
તમે ઇચ્છો લો કેળાની છાલ સાથે બાફેલા બટાકા કે રીંગણનો પણ ઉપયોગ કરી શકાય છે.