કડવી ન લાગે એવી કારેલાની ચટણી ઘરે બનાવો, નોંધી લો સિક્રેટ રેસીપી

May 29, 2025, 02:23 PM

કારેલા કડવા હોય પરંતુ સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી હોય છે. કારેલા ખાવાના અનેક ફાયદા છે. પરંતુ કડવા હોવાથી લોકો ઓછા પસંદ કરતા હોય છે.

સામાન્ય રીતે કારેલાનું શાક બનાવીને ખાતા હોય છે પરંતુ કારેલામાંથી અનેક વાનગીઓ બને છે. જેમાની એક કારેલાની ડ્રાય ચટણી પણ છે.

કારેલાની આ ચટપટી ચટણી કડવી નહીં લાગે અને ખાવાની પણ મજા આવે એવી બનશે. જેને એરટાઈટ કન્ટેનરમાં મહિના સુધી સાચવી શકાશે.

સામગ્રી

બે મીડિયમ સાઈઝના કારેલા, બે ચમચી સીંગદાણા, બે ચમચી ચણાની દાળ, બે ચમચી અડદની દાળ, 5-7 લસણની કળિયો,

સામગ્રી

પાંચથી છ સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, મીઠું, હળદળ, કાશ્મીરી લાલ મરચું, આમચુર પાઉડર, ખાંડ.

કારેલાની ચટણી બનાવવાની રીત

કારેલાની ચટણી બનાવવા માટે પહેલા બે મીડિયમ કદના કારેલા ધોઈને ઝીણી સ્લાઈઝ કરી દો. હવે એક પેનમાં બે ચમચી સીંગદાણા ફોદરા ઉખડી જાય ત્યાં સુધી શેકો. અને એક ડીસમાં બહાર કાઢો.

કારેલાની ચટણી બનાવવાની રીત

હવે આ પેનમાં બે ચમચી ચણા અને અડદની દાળ, પાંચથી છ સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખીને શેકો. અને સીંદગાણા સાથે ડીસમાં કાઢો.

કારેલાની ચટણી બનાવવાની રીત

આ પેનમાં બે ચમચી તેલ નાંખીને ફોતરા સાથે લસણની કળીઓ સેકો. ડીસમાં કાઢો. હવે આ પેનમાં વધેલા તેલમાં કારેલાની સાઈસ ફ્રાય કરો.

કારેલાની ચટણી બનાવવાની રીત

કારેલા ગોલ્ડન બ્રાઉન સાથે ત્યાં સુધી હલાવીને શેકો. ડીસમાં ઠંડુ થવા દો. હવે મીક્સર જારમાં બધુ ભેગું કરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આમચુર પાઉડર, બે ચમચી ખાંડ નાંખ ગ્રાઈન્ડ કારી દો.

કારેલાની ચટણી બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે કારેલાની ચટપટી ચટણી. આ ચટણીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને મહિના સુધી ચાલશે.