હજારો બીમારીઓને ભગાડતું આ અથાણું, એક વાર બનાવો આખું વર્ષ ચાલશે

May 01, 2025, 11:28 AM

કારેલાનું અથાણું

ઉનાળો આવે ત્યારે વિવિધ અથાણા બનાવવાનું શરુ થઈ જાય છે. અથાણા વગરનું ભોજન અધુરું ગણાય છે.

કારેલાનું અથાણું

ત્યારે અહીં આપણે એવા અથાણાની વાત કરીએ છીએ જે હજારો બીમારીઓને મૂળથી ઉખાડી ફેંકે છે.

કારેલાનું અથાણું

કારેલાનું અથાણું હજારો બીમારીઓને ભગાડે છે. અને આ અથાણું એકવાર બનાવ્યા બાદ આખું વર્ષ બગડતું નથી.

કારેલાનું અથાણું

કારેલાનું અથાણું બનાવવું એકદમ સરળ છે માત્ર ત્રણ સ્ટેપમાં જ આ અથાણું બની જશે.

સામગ્રી

જીરું, મેથી દાણા, મરી, વરિયાળી, કલોંજી, આખા ધાણા, રાઈ, હળદર પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર, મીઠું, ગોળ, સરસવ તેલ,

અથાણાનો મસાલો બનાવવો

કારેલાના અથાણાનો મસાલો બનાવવા માટે એક તવા પર જીરું, મેથી દાણા, મરી, વરિયાળી, કલોંજી, આખા ધાણા, રાઈ,નાંખી શેકી દો.

અથાણાનો મસાલો બનાવવો

ખડા માસાલા ઠંડા થઈ જાય પછી તેમે મીક્સર જારમાં દરદરું ગ્રાઈન્ડ કરીને રાખી દો.

કારેલા તૈયાર કરવા

કારેલા અથાણા માટે મધ્યમ કદના કારેલા લઈને ગોળ કાપી દો. તેમાં મીઠું ઉમેરી સારી રીતે મીક્સ કરીને અડધો કલાક રાખી દો.

અથાણું બનાવવાની રીત

મીઠા વાળા કારેલાને હાથવડે દબાવી દબાવીને પાણી કાઢી દો. અને અડધો કલાક તડકામાં સુકવી દો.

અથાણું બનાવવાની રીત

બાઉલમાં કારેલા લઈ ઉપર જરૂર પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું, હળધર, આમચુર પાઉડર, ગોળ, મીઠું, બનાવેલો મસાલો અને સરસવનું તેલ નાંખી સારી રીતે મીક્સ કરી દો.

અથાણું બનાવવાની રીત

આ અથાણાને કાચના જારમાં સ્ટોર કરી દો. એક સપ્તાહ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. આ અથાણું આખું વર્ષ બગડશે નહીં.