ચોમાસાની સિઝનમાં જાંબુ ઘણા જોવા મળે છે. જાંબુ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે
જાંબુ માંથી તમે જાંબુ સ્મુધી બનાવી શકો છો. જેને રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
પાકા જાંબુ, મોળું મલાઈદાર દહીં, મધ, ખાંડ, સંચળ પાઉડર, બરફના ટુકડા.
સૌપ્રથમ જાંબુને ધોઈ તેમાંથી ઠળિયા કાઢી લેવા. ત્યારબાદ એક મિક્સર જાર માં જાંબુના પીસ, દહીં, મધ અને બરફ નાખી ક્રશ કરો.
આ પછી મિક્સર જારમાં ખાંડ ઉમેરો અને બધાની સાથે ક્રશ કરી લો.
હવે એક મોટા બાઉલમાં આ ક્રશ કરેલ સ્મુધી લઇ લો. તેમા તમે સંચળ પાઉડર અને લીંબુ ઉમેરી શકો છો.
તમે વધારે ચીલ્ડ બનાવવા માટે વધુ બરફના ટુકડા નાખી શકો છો. તમે સ્મુધીને ગ્લાસમાં રેડી સર્વ કરો.
જાંબુમાં વિટામિન-સી, વિટામિન-બી, ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે