પેટ ફૂલવાની સમસ્યા દૂર કરવાની સરળ ટીપ્સ
Mar 29, 2023
Ajay Saroya
આહારમાં અમુક ફેરફારો કરવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થઈ શકે છે અને કોઈપણ ચિંતા વગર તમારા મનપસંદ ભોજનનો આનંદ માણી શકો છે.
ડાયટેશિયન મનપ્રીત કાલરાએ ઇન્સ્ટાગ્રામ પર પેટ ફુલવાની સમસ્યા દૂર કરવાની કેટલીક સરળ ટીપ્સ જણાવી છે, જે તમારે અચૂક જાણવી જોઇએ.
બપોરના ભોજનમાં છાશનો સમાવેશ કરો, કારણ કે તેમાં રહેલા ગુણો પેટનું આરોગ્ય સુધારે છે અને ભોજનનું પાચન કરવામાં મદદરૂપ બને છે.
રાંધેલા ભોજન સાથે કાચું સલાડ ખાવું નહી, કારણ કે તે બંને ખાદ્યચીજોનું પાચન થવામાં અલગ-અલગ સમય લાગે છે અને તેનાથી અપચો અને ગેસ થઈ શકે છે.
આદુવાળી ચા પીઓ - તે પેટમાં પાચક રસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે જે પાચનતંત્ર સુધારે છે.
આ પણ જૂઓ
હેલ્થ અપડેટ : દરરોજ સવારે ગાજર ખાવાના શું છે સ્વાસ્થ્ય લાભ?
Title 1
વધુ જોવો